"યા દેવી સર્વ ભુતેસું શક્તિ રૂપેણ સંસ્થિતા, નમઃસ્ત્સ્યે નમઃસ્ત્સ્યે નમઃસ્ત્સ્યે નામો નમઃ||"

 

મહેસાણા જીલ્લા ના કડી પંથક માં આવેલું જાસલપુર ગામ કે જેને લોકો માં મેલડી (ઉગ્તાઈ) ના ધામ તરીકે ઓળખે છે. આ ગામે સમગ્ર ઉત્તર ગુજરાત માં પોતાની આગવી ઓળખ ઉભી કરી છે. દર વર્ષે હઝારો ભાવિક ભક્તો અહી માં ઉગ્તાઈ ના દર્શનાર્થે આવે છે અને પોતાની માનતા અને બાધા પૂરી કરે છે.

માં મેલડી ને અહી ઉગ્તાઈ તરીકે ઓળખવાનું મુખ્ય કારણ એ કે આ દૈવી શક્તિ ઉગતા સૂર્ય ના કિરણો સાથે પૌરાણિક વાવ માંથી પ્રગટ થયા હતા. આજપણ આ ઘટના ની પ્રતીતિ કરાવવા માટે માં ઉગ્તાઈ ની સુંદર મૂર્તિ વાવમાં મુકેલી છે જેના દર્શન કરવા કઈક અલગ અનુભવ છે. આમ તો માતાજીનું વાહન "બકરાનું" છે, પરંતુ માતાજી આજ સુધી કોઈ પણ જાતની બલિ સ્વીકારી નથી એ તો માત્ર શ્રીફળ અને ચુંદડીની ભેટથી માતાજી ખુશ છે. અને તેથીજ લોકો તેમને ઉગ્તાઈ માતા તરીકે ઓળખે છે. ભક્તોને નમ્ર વિનંતી છે કે કોઈ પણ જાતની બલિ ચડાવવાની બધા રાખવી નહિ.

વર્ષો પહેલા આ ગામની ભાગોળે વાવ ની નજીક નાનકડું દેરું હતું જ્યાં ગામના જ ભાઈઓ સવાર-સાંજ માંની દીવાબત્તી કરતા હતા. પરંતુ ગામના લોકોની શ્રદ્ધા અને સમૃદ્ધિ વધવા ની સાથે સાથે એ નાનકડું દેરું એક વિશાળ મંદિર બની ચુક્યું છે. આ વાવ ની સાથે કડી શહેર માં આવેલા રાજા ના મહેલ ની વાર્તા સંકળાયેલી છે.

આ મંદિર નું સંચાલન "માં મેલડી સેવા સમિતિ ટ્રસ્ટ" અને "યુવક મંડળ" દ્વારા કરવા માં આવી રહ્યું છે કે જેના દરેક સભ્યો ગામના જ વતનીઓ છે. એટલું જ નહિ છેલ્લા ૩૫ વર્ષોથી આ ગામમાં માં મેલડી ના ગરબાનું આયોજન દિવાળી ના દિવસ થી લઈને ભાઈબીજ સુધી કરવામાં આવે છે. આ ગરબા નીહાળવા માટે ગામના દરેક વ્યક્તિઓ (કેટલાક વિદેશમાં રહેતા) તથા આસપાસના ગ્રામજનો મળી ને હજારો ની સંખ્યા માં જનમેદની એકઠી થાય છે. આ અવસર દરમિયાન રાત્રે થતી માતાજી ની આરતી માં હાજર રહેવું એક લહાવો ગણાય છે. ગરબા ની શરૂઆત આમ તો દિવાસાના દિવસથી (લગભગ દિવાળી થી ત્રણ મહિના પહેલા) થાય છે કે જેમાં ગામ ની મુખ્ય બે શેરીઓ માં દરરોજ રાતે ગામની બહેનો ભેગા મળી ને ગરબા ગાતા હોય છે. આ ગરબામાં અખંડ દીવો બળતો રહે છે જેને દિવાળી ના દિવસે ગામ ની ભાગોળે લાવવામાં આવે છે. ત્રણ-ચાર દિવસ ના ગરબા કાર્યક્રમ પછી ત્રીજ ના દિવસે માતાજી નો ગરબો વળાવવામાં આવે છે અને બાધા ગ્રામજનો આવતા વર્ષના દિવાસા ના દિવસ ની કાગડોળે રાહ જોવે છે.          

આ ગરબા કાર્યક્રમ જોવા માટે આ વેબસાઈટ ના "ગરબા" પેજ પર જવાનું ચુકતા નહિ. કેટલાક ફોટા પણ અહી મુકવામાં આવ્યા છે.

Content on this page requires a newer version of Adobe Flash Player.

Get Adobe Flash player

Goat